આછવણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ ખેરગામ તાલુકામાં આવેલું એક ગામ છે. આછવણી ગામમાં પ્રાથમિક શાળા , આંગણવાડી , દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી , ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર , શેરડી , કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામમાં ધોડીયા પટેલ, રજપુત, ભરવાડ, કુકણા વગેરે જાતિનાં લોકો વસે છે . આછવણી — ગામ — આછવણી આછવણીનું ગુજરાત અને ભારતમાં સ્થાન અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E દેશ ભારત રાજ્ય ગુજરાત જિલ્લો નવસારી તાલુકો ખેરગામ અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી , હિંદી [૧] સમય ક્ષેત્ર ભારતીય માનક સમય ...
Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં. આજરોજ તારીખ : 17-10-2024નાં દિને ચીખલી અને ખેરગામ તાલુકાના રૂમલા ચીકારપાડા પ્રાથમિક શાળા, ચીખલી ખેરગામ એસ.એચ., ઘેજ બીડ કણબીવાડ, તલાવચોરા મોટા ફળિયા તથા તલાવચોરા ડેન્સા ફળિયા જેવા વિવિધ સ્થળો ખાતેથી અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામા આવ્યા હતા. જેમાં દરેક ગામનાં અગ્રણી આગેવાનો, રાજકીય આગેવાનો તથા હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌને નરેશભાઇ પટેલે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates
Comments
Post a Comment